6 October 2021 Current Affairs In Gujarati

6 October 2021 Current Affairs In Gujarati


6 October 2021 Current Affairs In Gujarati

➡️ આ વર્ષે ભૌતિકશાસ્ત્રનું નોબલ પારિતોષિક ઇટાલી જર્મની અને જાપાનના ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે એનાયત થશે.

💠 જાપાનના 90 વર્ષીય સ્યુકોરો માનાબી અને જર્મનીના 89 ક્લોસ હેસલમેનનું પૃથ્વીના હવામાનનું ફિઝિકલ મોડેલિંગ તૈયાર કરવા બદલ આ સન્માન એનાયત થશે,આ ફિઝિકલ મોડેલિંગ ના કારણે ગ્લોબલ વોર્મિંગની જે આગાહી કરવામાં આવી છે,તે વિશ્વસનીયતા અને વૈવિધ્યના પ્રમાણે સચોટ રીતે માપી શકાશે.

💠 આ પુરસ્કાર નો બીજો અડધો હિસ્સો ઇટલીના ૭૩ વર્ષીય ગીયોરગિયો પેરિસીને આપવામાં આવશે.તેમણે સમગ્ર ફિઝિકલ સિસ્ટમમાં પરમાણુથી માંડીને ઉપગ્રહ સ્તરીય સુધી થતી વધઘટ અને અવ્યવસ્થા શોધવા બદલ એનાયત થાય છે.

➡️ ઇથોપિયા દેશના વડાપ્રધાન પદે અબી અહેમદ ફરીથી નિયુક્ત થયા છે.

💠 તેમણે પાડોશી દેશ ઇરીટ્રીયા સાથેના સંબંધોને સુધારવા અને વ્યાપક રાજનૈતિક સુધારાઓને આગળ વધારવા માટે વર્ષ 2019 નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત થયો છે.

💠 ઇથોપિયા દેશની રાજધાની એડિસ અબાબા છે.

➡️ ફૂટબોલ ક્લબ ગોવા તાજેતરમાં ડૂરંડ કપ ફૂટબોલ ટ્રોફીમાં વિજેતા થયા છે.

💠ફાઇનલ મેચ વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ- કોલકત્તા ખાતે આયોજિત થઇ હતી.

💠 ડુરંડ કપ એ ફૂટબૉલ રમતની એશિયાની સૌથી જૂની ટૂર્નામેન્ટ છે.

➡️ બી.સી. પટનાયક એ તાજેતરમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના પ્રબંધ નિર્દેશક (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

💠LIC માં એક અધ્યક્ષ અને ચાર પ્રબંધ નિર્દેશક હોય છે.

💠 અધ્યક્ષ:- એમ. આર.કુમાર

💠 ચાર પ્રબંધ નિર્દેશક :- શ્રીમતિ આઇ પે મીની, સિદ્ધાર્થમોહંતી, રાજકુમાર, બી.સી. પટનાયક 💠LIC ની સ્થાપના વર્ષ ૧૯૫૬માં થઈ હતી તથા તેનું વડુમથક મુંબઈ ખાતે આવેલું છે

➡️ દિવસ મહિમા :- 6 ઓક્ટોબર

IPC - 1860

➡️ 6 -ઓક્ટોબર 1860 ના રોજ "ભારતીય ફોજદારી અધિનિયમ" ( indian penel code) ને ગવર્નર જનરલની મંજૂરી મળી હતી.

💠 ભારતીય ફોજદાર અધિનિયમ ને ઘડવા માટે સૌપ્રથમ લો કમીશન રચવાની જોગવાઈ થઈ હતી, આ લો કમિશનના અધ્યક્ષ લોર્ડ મેકોલો હતા. જેમણે IPC નો મુસદ્દો તૈયાર કર્યો હતો, IPC અધિનિયમ- 1860, 1- જાન્યુઆરી 1862 થી ભારત માં અમલી બન્યો હતો.

➡️ નોંધ:- IPC માં 23 પ્રકરણ અને 511 કલમ છે.