30 Septembar 2021Current Affairs In Gujarati

30 Septembar 2021 Current Affairs In Gujarati

30 Septembar 2021 Current Affairs In Gujarati

➡️ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં 25 હેલિકોપ્ટર સહિત રૂ.13165 કરોડના સૈન્ય ઉપકરણોને ખરીદીને મંજૂરી આપી છે.

🔹️ કુલ ખરીદી માંથી 87% ખરીદી સ્વદેશી એકમો પાસેથી કરવામાં આવશે.

🔹️ આ ઉપરાંત, DCA એ ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર - 2020માં કેટલાક સંશોધનો ની મંજૂરી પણ આપી છે.

➡️ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના નું નામ બદલીને પીએમ પોષણ યોજના કરવાનો નિર્ણય કર્યો છે.

🔹️આ સ્કીમ હેઠળ ૧૧.૨ લાખથી વધુ સરકારી શાળાઓમાં 11.80 કરોડ બાળકોને બપોરે ગરમ રાંધેલો ખોરાક આપવામાં આવે છે.

🔹️ આ સ્કીમમાં હવે પ્રિ-પ્રાઇમરી અને બાલવાટિકા ના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે.

➡️ જાપાન ના નવા વડાપ્રધાન પદે ફુમિયો કિસીદા નિયુક્તિ થઈ છે.

🔹️ તેઓ યોશિહીદે સુગા નું સ્થાન લેશે જેમણે એક વર્ષ પહેલા જ વડાપ્રધાન પદ પર નિયુક્ત થયા હતા.

➡️ રાજસ્થાની સોજત મહેંદી તથા અસમના જુડીમા માં શરાબને તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત થયું છે.

🔹️ સોજત મહેંદી :- રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ સોજત તાલુકા માં જોવા મળે છે. તેની ખેતી પ્રાકૃતિક રૂપે વરસાદના પાણી થી જ કરવામાં આવે છે.

🔹️ જુડીમા શરાબ :- જુડીમાં નામના ચોખા માંથી બનાવવામાં આવતું સ્થાનિક છે જેની આસામના દિમાસા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે.

➡️ વિરાટ કોહલી ટી-૨૦ ફોર્મેટમાં 10000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા.

🔹️આ સિદ્ધિ મેળવનાર તેઓ દુનિયાના 5 માં ખેલાડી છે.

🔹️ક્રિશ ગેલ, કિરોન પોલાર્ડ, સોએબ મલિક, ડેવિડ વોર્નર, અગાઉ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

➡️ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે તાજેતરમાં જન કેર નામક અમૃત ગ્રેડ ચેલેન્જ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.

🔹️ તેનો ઉદ્દેશ ટેલિમેડિસિન, ડિજિટલ સ્વાસ્થ્ય,AI બ્લોક ચેઇન તથા અન્ય તકનિકો માં 75 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ની પહચાન કરવાનો છે.

➡️ ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી પાસે પરશુરામ કુંડ નો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.

* કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ કામ થશે.

➡️ PRASAD:- pilgrimage rejuvenation and spiritual heritage augmentation drive

🔹️ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી :- પ્રેમા ખાંડુ

 અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ :- બી.ડી.મિશ્રા

30 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ

🔹️ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 - સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🔹️વર્ષ ૨૦૨૧ ની થીમ :- united in translation

🔹️ અનુવાદકો ના આશ્રય દાતા તરીકે ઓળખાતા બાઈબલના અનુવાદક સંત જેરોમ ની યાદ માં તેમની પુણ્યતિથિએ આ દિવસ મનાવવામાં આવે છે તેઓ ઉત્તર-પૂર્વ ઇટલીના પાદરી હતા.

🔹️ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ - 2017 થી દિવસ મનાવવાની શરૂઆત કરી છે.