1 October 2021 Current Affairs In Gujarati - Current Affairs In Gujarati

1 October 2021 Current Affairs In Gujarati - Current Affairs In Gujarati


Daily current affairs Updated

➡️કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તાજેતરમાં એલ્ડર લાઇન હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

• એલ્ડર લાઇન હેલ્પલાઇન વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવેલ પ્રથમ અખિલ ભારતીય લાઈન છે જેનો હેલ્પલાઇન નંબર-14567 છે.

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વૈકેયા નાયડુ દ્વારા આ એરલાઇન લોન્ચ કરવામાં આવી છે.

• આ પ્લેટફોર્મ વરિષ્ઠ નાગરિકો માટે પોતાની ચિંતાઓ,સમસ્યાઓ વિશે જાણકારી અને માર્ગદર્શન પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે.

• ટાટા ટ્રસ્ટ અને NSE ફાઉન્ડેશન તેના તકનીકી સહયોગી છે.

➡️ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન(NBA) ના બ્રાન્ડ એમ્બેસેડર પદે અભિનેતા રણવીર સિંહ યુક્તિ કરવામાં આવી છે.

➡️ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જયપુર (રાજસ્થાન) પાસે CIPET નું ઉદઘાટન કર્યું.

CIPET : Central institute of petrochemicals engineering and technology.

• તેની સ્થાપના રાજસ્થાન સરકારના સહયોગથી કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

➡️ ICCએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ માટેનું ઓફિસિયલ ગીત લોન્ચ કર્યું.

 • બોલિવૂડના સંગીત નિર્દેશક અમિત ત્રિવેદી દ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે જેનું નામ live the game છે.

➡️ તાજેતરમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી એ રાષ્ટ્રીય મધમાખી બોર્ડ સાથે મળીને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ(GCMMF) દ્વારા વિકસિત "અમુલ મધ"લોન્ચ કર્યું છે.

•રાષ્ટ્રીય મધુમાખી બોર્ડની સ્થાપના વર્ષ ૨૦૦૦માં થઇ હતી તથા 2006માં તેને પુનર્ગઠિતકરવામાં આવ્યું હતું.

➡️ ભારત અને યુકે ભેગા મળીને આગામી સમયમાં યોજાનારી COP 26 બેઠકમાં one sun one World one grid કાર્યક્રમ ની ઘોષણા કરશે.

•આ માટે તેમને તકનીકી સહાયતા વિશ્વબેંક દ્વારા પ્રદાન થશે.

➡️ તાજેતરમાં કાવેરી જળ પ્રબંધન પ્રાધિકરણ (CWMA) એ કર્ણાટક રાજ્યને તમિલનાડુ રાજ્ય માટે સંતુલિત માત્રામાં પાણી છોડવાના નિર્દેશ આપ્યા છે.

• કાવેરી નદીને તમિલ ભાષામાં Ponni નામથી ઓળખવામાં આવે છે.

• તેને દક્ષિણની ગંગા તથા દક્ષિણ ભારતની ચોથી સૌથી મોટી નદી છે.

➡️ તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે કેટલીક શરતો સાથે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB) ને પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન (PCA)બહાર કર્યા છે.

prompt corrective action

વર્ષ 2020માં RBI દ્વારા PCAને ત્વરિત હસ્તક્ષેપ તંત્ર સ્વરૂપે પરિસંપતિની ખરાબ ગુણવત્તા કે નુકસાન કરતી બેન્કો માટે બનાવવામાં આવ્યો હતો.

01 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

• સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1-ઓક્ટોબરના રોજ આ દિવસ વૃદ્ધ લોકો સાથે થતા અન્યાયનો અંત લાવવાના ઉદેશથી મનાવવામાં આવે છે.

• ભારતમાં વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 1999માં વૃદ્ધ સભ્યો માટે રાષ્ટ્રીય નીતિ ઘડી છે.

Also Read Current Affairs

2 October 2021 current Affairs In Gujarati