2 october 2021 Current Affairs In Gujarati

2 october 2021 Current Affairs In Gujarati


2 october 2021 Current Affairs In Gujarati

➡️ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શહેરોને

કચરાથી મુક્ત બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન(શહેર)

2.0 તથા અટલ મિશન ફોર રીજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન ( અમૃત )2.0 લોન્ચ કર્યું છે.

🔸️ આ બંને મિશનનો ઉદ્દેશ શહેરને કચરામુક્ત અને પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

🔸️ આ યોજના મુખ્યત્વે reduce, reuse અને recycle ના સ્તરે કામ કરે છે. સ્વચ્છ ભારત મિશનમાં બીજા તબક્કામાં આગામી પાંચ વર્ષમાં શહેરમાંથી નીકળતા કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે.

🔸️અમૃત યોજનાના બીજા તબક્કામાં દરેક ઘરને પાણીના કનેક્શનથી જોડવામાં આવશે,આ માટે દેશમાં 2. ૬૮ કરોડ સ્વચ્છ પાણીના કનેકશન તથા 2.64 કરોડ સીવર કનેક્શન પણ આપવામાં આવશે.

➡️ દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની આવક સપ્ટેમ્બર- 2021માં રૂ ૧.૧૭ લાખ કરોડ પર પહોંચી છે,

 જે છેલ્લા પાંચ મહિનાની ટોચ પર છે.

• જૂન મહિના પછી સતત ત્રીજા મહિને GST કનેક્શન ૧. લાખ કરોડથી ઉપર રહ્યું છે.

🔸️ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GST ની કુલ સરેરાશ માસિક આવક રૂ.૧.૧૫ લાખ કરોડ રહી છે, જે ગત વર્ષના આ જ સમયગાળા કરતાં 5% વધારે છે.

➡️ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી મનસુખ માંડવીયા ને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ph. D ની પદવી એનાયત કરવામાં આવી છે.

🔸️ મનસુખ માંડવિયાએ વર્ષ 2017માં અહીં પોલિટિકલ સાયન્સ તથા અર્થશાસ્ત્રમાં પીએચ.ડી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ "રોલ ઓફ ગ્રામ વિદ્યાપીઠ ઇન કમ્યુનિટી ડેવલોપમેન્ટ એન્ડ ફ્યુચ ચેલેન્જીસ" વિષય પર નિયત સમયમર્યાદામાં થેસીસ સબમીટ કરીને વાઈવા પણ આપ્યા હતા.

🔸️તેમણે સામાન્ય વિદ્યાર્થી ની જેમ તમામ પ્રક્રિયાઓ અનુસાર હતી.

➡️ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ડે -નાઈટ ( પિંક બોલ ) ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્મૃતિ મંધાના એ ઐતિહાસીક સદી ફટકારી છે.

🔸️ વિરાટ કોહલી બાદ ડે - નાઇટ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર તેઓ બીજા ભારતીય ખેલાડી બન્યા છે, તથા પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે.

➡️ ચીન દેશ દ્વારા વર્ષ -2018 સુધીમાં ચંદ્ર પર માનવ કુ રોકેટ મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.

🔸️ ચીનની અવકાશ ક્ષેત્રની કંપની china aerospace science &technology છે, તથા તેમણે ડિસેમ્બર-2020 માં ચંદ્ર ની સપાટી પરના નમુના (sampal ) લેવા માટે "ચાંગ ઈ -5"મિશન લોન્ચ કર્યું હતું.

➡️ એમેઝોન ઇન્ડિયાએ તાજેતરમાં ભારતમાં ગ્લોબલ કોમ્પ્યુટર સાયન્સ એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.

🔸️ આ પ્રોગ્રામનું નામ :- એમેઝોન ફ્યુચર એન્જિનિયર છે

 🔸️એમેઝોનનું લક્ષ્ય પ્રથમ વર્ષમાં ભારતના સાત રાજ્યોમાં 900 સરકારી અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોના 1લાખથી વધુ વિદ્યાર્થીઓને શીખવવા નો અવસર પ્રદાન કરશે.

♦️ 2 - ઓક્ટોબર વિશ્વ અહિંસા દિવસ♦️

➡️ મહાત્મા ગાંધીના જન્મદિવસ 2-ઓક્ટોબર ને દર વર્ષે સમગ્ર વિશ્વમાં "વિશ્વ અહિંસા દિવસ "તરીકે ઉજવાય છે. આ માટે 15 જૂન 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા મતદાન થયું હતું.

🔸️ત્યારબાદ 2-ઓકટોબર ૨૦૦૭થી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ.

➡️ શ્રી મહાત્મા ગાંધી નો જન્મ દિવસ ૨ ઓક્ટોબર ૧૮૬૯ અને ભાદરવા સુદ-૧૨ ને વિક્રમ સંવત ૧૯૨૫માં પોરબંદર ખાતે થયો હતો.

♦️ લાલ બહાદુર શાસ્ત્રી♦️

➡️ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી નો જન્મ 2 -ઓક્ટોબર ૧૯૦૪ના રોજ ઉત્તર પ્રદેશના મુઘલસરાય માં થયો હતો .

🔸️તેઓ 9 -જૂન ૧૯૬૪ થી 11- જાન્યુઆરી 1966 દરમિયાન દેશના વડાપ્રધાન રહ્યા હતા.

🔸️ તેમણે જય જવાન,જય કિસાન નું સૂત્ર આપ્યું હતું.

🔸️વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ બાદ ૧૧ જાન્યુઆરી 1966ના રોજ ઉઝબેકિસ્તાન ની રાજધાની તાસ્કંદ ખાતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે "તાસ્કંદ કરાર" તરીકે ઓળખાય છે.

🔸️તાસ્કંદ કરાર ના દિવસે 11-જાન્યુઆરી 1966 ની રાત્રે રહસ્યમય સંજોગોમાં નિધાન થયું હતું.

🔸️વર્ષ ૧૯૬૬માં તેમને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.

Also Current Affairs

1 October 2021 Current Affairs in Gujarati